Salute to Martyrs of Uri

જમ્મુ કાશ્મીરના ઉરીમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ
શહિદ થયેલ જવાનોના પરિવારોને એક લાખ રૂપિયાની સહાય.

        જમ્મુ કાશ્મીરમાં ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા સદ્ગુરુવર્ય  શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો મળી ૧૫૦૦ વિદ્યાર્થીઓએ શહિદ થયેલ જવાનોને મીણપત્તી પ્રગટાવી, જનમંગળના સ્તોત્ર અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ધૂન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે ગુરુકુલના તમામ સંતો અને શિક્ષક ગણ ઉપસ્થિત રહેલ. 

        અમેરિકા સત્સંગ વિચરણ કરી રહેલ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ ગુરુકુલ પરિવારવતી શહિદ યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ગુરુકુલ પરિવાર તરફથી શહિદોના પરિવારોને એક લાખ રુપિયાની સહાયની જાહેરાત કરી હતી. 

        શહિદ થયેલ તમામ યુવાનોના કુંટુબને આર્થિક સહાય માટે વિદ્યાર્થીઓએ પણ પોતાના પોકેટ મનીમાંથી સહાય કરી હતી.