AdvancED Visitation, 2015

A delegation from US based educational body ‘AdvancED’ visited SGVP, under the accreditation with SGVP International School. Standard educational system, health care, hygiene, sports, nutritious food, etc were the key units which satisfied and impressed the delegation.
 

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા ડો.રવિભાઇ ત્રિવેદી (ઇન્ટરનેશનલ રિલેશન્સ એકઝીકયુટીવ ડાઇરેકટર)ના માર્ગદર્શન નીચે, સંસ્થાની એસજીવીપી ઇન્ટરનેશલ સ્કુલ સાથે થયેલ એક્રિડિટેશન અંતર્ગત અમેરિકાના જ્યોર્જીયા સ્ટેટમાં આવેલ વિશ્વવિખ્યાત સંસ્થા AdvancED શૈક્ષણિક સંસ્થાના સ્ટેટ ડીરેક્ટર ડૉ. ડેરેલ બેરીન્જર સાથેના સભ્યો ડૉ. સિન્ડી બ્રેન્ડ ફર્ડ, ડૉ. વોચીન્કી અને ડૉ.સાઇમન રસકો પ્રાઇસની એસજીવીપીની મુલાકાત પ્રસંગે ગુરુકુલના સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ રંગીન સાફો પહેરાવી અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે ખાસ ડો. રવિભાઇ ત્રિવેદી, જયદેવભાઇ સોનાગરા (એઝ્યુકેશનલ ડાઇરેકટર), શાળાના પ્રિન્સીપાલ શ્રી સુનિતાસીંઘ, અંજલિબેન ત્રિવેદી તેમજ એસજીવીપી શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અમેરિકાની AdvancED સંસ્થા અમેરિકા, કેનેડા અને સમગ્ર વિશ્વમાં શૈક્ષણિક ગુણવત્તાના ધોરણો પ્રમાણિત કરવાનું તેમજ સ્કુલો, કોલેજો અને યુનિવર્સિટીઓને માન્યતા આપવાનું કાર્ય કરે છે. એકલા અમેરિકામાં જ AdvancED ની માન્યતા ધરાવનારી ૩૨,૦૦૦ થી વધારે સ્કુલો, કોલેજો અને યુનિ.ઓ છે.

એસજીવીપી ગુરુકુલમાં પાંચ દિવસના રોકાણ દરમ્યાન આ AdvancE સંસ્થાના સભ્યોએ કલ્ચરલ એક્સચેન્જ, વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને અભ્યાસની ગુણવત્તા વધારવા માર્ગદર્શન આપ્યું હતું. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમેરિકા તથા આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે શિક્ષણ અપાય છે, તથા શિક્ષણનું સ્તર કેમ ઉંચુ આવે, બાળકોને શિક્ષણમાં કેમ અભિરુચિ કેળવાય વગેરેની તાલીમ અપાઇ હતી.

ડૉ. રવિભાઇ ત્રિવેદી, શાળાના પ્રિન્સીપાલ શ્રી સુનીતાસિંઘ તથા સોનાગરા જયદેવભાઇના માર્ગદર્શન નીચે શાળાએ જે રીતે પ્રગતિ સાધી છે તે જોઇને ટીમના સભ્યોએ અત્યંત આનંદ વ્યકત કર્યો હતો. અને યોગ્ય માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

સમાપન સભાને સંબોધન કરતા પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આ એડવાન્સ-ઇડી (AdvancED) શૈક્ષણિક સંસ્થા સાથે જોડાણથી અમને આનંદ અને ગૌરવ છે. એસજીવીપીનું ધ્યેય માત્ર શિક્ષણ નથી પણ સંસ્કાર સાથેના શિક્ષણનું છે. બાહ્ય વિકાસ માટે સાયન્સ અને ટેકનોલોજી અત્યંત આવશ્યક છે, પરંતુ સાથો સાથ મનુષ્યનો આંતરિક વિકાસ કરવો હશે તો મુલ્યવાન શિક્ષણની ખાસ જરુર રહેશે. AdvancED ના આંતરરાષ્ટ્રિય શૈક્ષણિક ધારાધોરણ મુજબ એસજીવીપી ઇન્ટરનેશલ સ્કુલ, એ.સી. હોસ્ટેલ, શૈક્ષણિક પદ્ધત્તિ, રમત ગમત માટે વિશાળ ગ્રિનરી પ્લે ગ્રાઉન્ડ, સ્વીમીંગ પુલ, સ્વચ્છતા, સલામતી વગેરે પ્રત્યક્ષ નિહાળીને AdvancED ના સભ્યો ખૂબજ પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે AdvancED સાથેના જોડાણને આગામી પાંચ વર્ષ માટે રીન્યુ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. અને ડૉ.સાઇમન રસકો પ્રાઇસે કહ્યું હતું કે હું ભારતમાં ત્રણ વર્ષ રહ્યો છું. અને ખૂબ ફર્યો છું. પરંતુ એસજીવીપી કેમ્પસ જેવું સ્વચ્છ, સુઘડ અને સાત્વિક સ્થાન ક્યાંય જોયું નથી.

Picture Gallery