Grand Success of State Level Competition - 2016
Posted by NS on Monday, 19 December 2016સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને રાષ્ટ્રિય સંસ્કૃત સંસ્થાન નવી દિલ્હી દ્વારા આયોજિત, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના સહયોગ તેમજ લીંબડી શ્રી નિમ્બાર્ક સંસ્કૃત મહાવિદ્યાલય, શ્રી નિમ્બાર્ક પીઠ લીમડી, શ્રી લલિતકિશોરશરણજી મહારાજના, યજમાન પદે તા. ૧૭ – ૧૯, ડિસેમ્બર ૨૦૧૬ દરમ્યાન રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં ૮ ગોલ્ડ અને ૧૦ સિલ્વર મેડલ અને ૩ બ્રોન્ઝ સાથે પ્રથમ સ્થાને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વિતીય સ્થાને બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય સાંદિપની આશ્રમ પોરબંદર અને તૃતીય સ્થાને વરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય સોલા આવતા મહામંડલેશ્વર લલિતકિશોરશરણજી મહારાજ તથા , સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે ચંદ્રકો તથા ઇનામ વિતરણ કરવામાં આવેલ.
૧. પ્રથમ વિજેતા ઋષિકુમારો - ગોલ્ડ મેડલ
૧.ભટ્ટ મૌલિક – ન્યાયશાસ્ત્ર, ૨.જોષી તારક - વેદ ભાષ્ય, ૩.ભટ્ટ તેજસ - વેદાન્ત, ૪.રાવલ પ્રણવ - જૈન બૌદ્ધ દર્શન ૫.રાજ્યગુરુ જયદેવ - મિમાંસા, શલાકા ૬ દવે વિવેક - ધાતુરુપાવલિ ૭.સ્વામી ધર્મપ્રકાશદાસજી - મીમાંસા ૮.સ્વામી વિશ્વમંગલદાસજી - શાસ્ત્રાર્થ વિચાર
૨. દ્વિતીય વિજેતા સિલ્વર મેડલ શલાકા સ્પર્ધા
૧.પુરોહિત પુનિત - વ્યાકરણ શાસ્ત્ર ૨. બારોટ વિક્રાન્ત - સાહિત્ય દર્શન ૩.રાવલ વેદ – ધર્મશાસ્ત્ર ૪.સ્વામી પ્રિયદર્શનદાસજી - વેદાન્ત શલાકા ૫.સ્વામી હરિનંદનદાસજી - પુરાણ ઇતિહાસ શલાકા ૭.તેરૈયા સાગર - ન્યાય શલાકા ૮.જાની રાજા - સાહિત્ય શલાકા ૯.ભાયલોટ મયંક - વ્યાકરણ શલાકા ૧૦.જોશી પ્રતિક - કાવ્ય શલાકા ૧૧.સ્વામી નિરંજનદાસજી અને રવિ જાની - શાસ્ત્રીય સ્ફુર્તિ સ્પર્ધા.
૩. તૃતીય બ્રોન્ઝ મેડલ
૧.શુક્લ પ્રેમલ - સાંખ્ય શાસ્ત્ર ૨.પંડ્યા હર્ષ - સિદ્ધાંત જ્યોતિષ ૩.જાની રવિ - અક્ષર શ્લોકી
પ્રોત્સાહિત ઇનામ ૧.દેશાઇ વૈભવ - અન્ત્યાક્ષરી ૨.ખૂંટ સહજ - અમરકોષ, ૩.જોષી હાર્દિક - અષ્ટાધ્યાયી ૪.સ્વામી અનંતપ્રકાશદાસજી - જ્યોતિષ શાસ્ત્ર.
પ્રથમ નંબરે વિજેતાએ રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં આ માસાન્તે ત્રિપુરા -અગરતલા ખાતે જશે.