December 2016

1111 Shirodhara Therapy - A Guinness Book of the World Record

શ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હેલ્થ સેન્ટરના ટુંક સમયમાં થનાર ઉદ્ધાટનના ઉપક્રમે, સદ્ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અમદાવાદ એસજીવીપી ખાતે તા.૨૪ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ  ૧૧૧૧ વ્યકિતઓ ઉપર આયુર્વેદ ક્ષેત્રે ગ્રિનીઝ વર્લ્ડ રેકર્ડઝમાં સૌ પ્રથમવાર ૫૦ મિનિટ સુધી ભારતીય સંગીતના સુમધુર ધ્વની સુધી ૧૧૧૧ શિરોધારા ચિકિત્સાનો પ્રયોગ થયો. આયુર્વેદ ક્ષેત્રે આ રીતે નોંધાયેલ આ સર્વ પ્રથમ વિશ્વવિક્રમની ઐતિહાસિક ઘટના પ્રસંગે એસજીવીપી ગુરુકુલનું ક્રિકેટ ગ્રાઉન્ડ શિરોધારા કાર્નિવલમાં ફેરવાઇ ગયું હતું.

જ્યારે ગ્રિનીઝ વર્લ્ડ રેકર્ડઝના જજ મિ. એહેમદ ગબરે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીને વિશ્વવિક્રમનું પ્રમાણ પત્ર એનાયત કર્યુ ત્યારે ઉપસ્થિત મેદનીએ તાળીઓના ગડગડાટ અને આતશબાજીથી પ્રસંગને વધાવી લીધો હતો. આ પ્રસંગે અમદાવાદના મેયરશ્રી ગૌતમભાઇ શાહે આ ઘટનાના સાક્ષી અને આ શીરોધારાના લાભાર્થીઓ બન્યા હતા. વિવિધ રાજ્યોમાંથી એકત્રિત થયેલ ૧૧૧૧ વૈદ્યોએ એક સાથે શિરોધારા ચિકિત્સા કરાવી અને  ૧૧૧૧ લાભાર્થીઓ શીરોધારા ચિકિત્સા અનુભવી હતી.

        આ ગ્રિનીઝ વર્લ્ડ રેકર્ડ સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની અન્ય ત્રણ સંસ્થાઓ – એવરેસ્ટ વર્લ્ડ રેકોર્ડ, સુપર્બ વર્લ્ડ રેકોર્ડ અને ક્રિએટીવ વર્લ્ડ રેકોર્ડ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની સાત વિક્રમ પ્રમાણિત કરતી સંસ્થાઓ - વન્ડર બુક ઓફ રેકર્ડઝ, ભારત બુક ઓફ રેકર્ડઝ, ઇન્ડીયા સ્ટાર બુક ઓફ રેકર્ડઝ, જિનીયસ બુક ઓફ રેકર્ડઝ, ગોલ્ડન સ્ટાર ફોરમ, સેવન સ્ટાર એમેઝીંગ વર્લ્ડ રેકર્ડઝ, ઉત્તર પ્રદેશ બુક ઓફ રેકર્ડઝ - એ પોતાના રેકર્ડબુકમાં શિરોધારા ચિકિત્સાના વિશ્વવિક્રમને સ્થાન આપી પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. 

        આ અંગે શિરોધારા ચિકિત્સાની માહિતી આપતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આ વર્લ્ડ રેકોર્ડનો હેતુ આયુર્વેદની શ્રેષ્ઠ ચિકિત્સા પદ્ધત્તિને વિશ્વ સ્તરે ઉજાગર કરવાનો છે

        કપાળ ઉપર કે જ્યાં આજ્ઞા કેન્દ્ર આવેલું છે તેની આસપાસ એક મુહુર્ત એટલે કે ૪૮ મિનીટ ઔષધ સતત ધારા થતી રહે છે. ધારાનું આ સાતત્ય, વારંવાર ખંડિત થતી મનોવૃત્તિને અખંડ કરે છે, કેન્દ્રિત કરે છે. જે સહજ ધ્યાનમાં પરિવર્તિત થઇ જાય છે. જેને કારણે વિચારો શૂન્ય થઇ જાય છે. તેથી મન શૂન્ય થઇ જાય છે. અને મન શૂન્ય થઇ જાય ત્યારેજ શાંતિનો પ્રાદુર્ભાવ થાય છે.

 

Grand Success of State Level Competition - 2016

સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને રાષ્ટ્રિય સંસ્કૃત સંસ્થાન નવી દિલ્હી દ્વારા આયોજિત, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના સહયોગ તેમજ લીંબડી શ્રી નિમ્બાર્ક સંસ્કૃત મહાવિદ્યાલય, શ્રી નિમ્બાર્ક પીઠ લીમડી, શ્રી લલિતકિશોરશરણજી મહારાજના, યજમાન પદે તા. ૧૭ – ૧૯, ડિસેમ્બર ૨૦૧૬ દરમ્યાન રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં ૮ ગોલ્ડ અને ૧૦ સિલ્વર મેડલ અને ૩ બ્રોન્ઝ સાથે પ્રથમ સ્થાને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વિતીય સ્થાને બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય સાંદિપની આશ્રમ પોરબંદર અને તૃતીય સ્થાને વરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય સોલા આવતા મહામંડલેશ્વર લલિતકિશોરશરણજી મહારાજ તથા , સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે ચંદ્રકો તથા ઇનામ વિતરણ કરવામાં આવેલ.
૧. પ્રથમ વિજેતા ઋષિકુમારો - ગોલ્ડ મેડલ
૧.ભટ્ટ મૌલિક – ન્યાયશાસ્ત્ર, ૨.જોષી તારક - વેદ ભાષ્ય, ૩.ભટ્ટ તેજસ - વેદાન્ત, ૪.રાવલ પ્રણવ - જૈન બૌદ્ધ દર્શન ૫.રાજ્યગુરુ જયદેવ - મિમાંસા, શલાકા ૬ દવે વિવેક - ધાતુરુપાવલિ ૭.સ્વામી ધર્મપ્રકાશદાસજી - મીમાંસા ૮.સ્વામી વિશ્વમંગલદાસજી - શાસ્ત્રાર્થ વિચાર
૨. દ્વિતીય વિજેતા સિલ્વર મેડલ શલાકા સ્પર્ધા 
૧.પુરોહિત પુનિત - વ્યાકરણ શાસ્ત્ર ૨. બારોટ વિક્રાન્ત - સાહિત્ય દર્શન ૩.રાવલ વેદ – ધર્મશાસ્ત્ર ૪.સ્વામી પ્રિયદર્શનદાસજી - વેદાન્ત શલાકા ૫.સ્વામી હરિનંદનદાસજી - પુરાણ ઇતિહાસ શલાકા ૭.તેરૈયા સાગર - ન્યાય શલાકા ૮.જાની રાજા - સાહિત્ય શલાકા ૯.ભાયલોટ મયંક - વ્યાકરણ શલાકા ૧૦.જોશી પ્રતિક - કાવ્ય શલાકા ૧૧.સ્વામી નિરંજનદાસજી અને રવિ જાની - શાસ્ત્રીય સ્ફુર્તિ સ્પર્ધા. 
૩. તૃતીય બ્રોન્ઝ મેડલ 
૧.શુક્લ પ્રેમલ - સાંખ્ય શાસ્ત્ર ૨.પંડ્યા હર્ષ - સિદ્ધાંત જ્યોતિષ ૩.જાની રવિ - અક્ષર શ્લોકી
પ્રોત્સાહિત ઇનામ ૧.દેશાઇ વૈભવ - અન્ત્યાક્ષરી ૨.ખૂંટ સહજ - અમરકોષ, ૩.જોષી હાર્દિક - અષ્ટાધ્યાયી ૪.સ્વામી અનંતપ્રકાશદાસજી - જ્યોતિષ શાસ્ત્ર.
પ્રથમ નંબરે વિજેતાએ રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં આ માસાન્તે ત્રિપુરા -અગરતલા ખાતે જશે.

 

Play Ground Inauguration : Droneshwar Gurukul

ક્રિક્રેટ મેદાનનું ઉદ્ઘાટન, ગુરુકુલ દ્રોણેશ્વર ૧૦ ડિસેમ્બર ૨૦૧૬

        ક્રિકેટ મેદાન તથા રમત-ગમતના અન્ય મેદાનના ઉદ્ઘાટન પ્રસંગે સદ્વર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે દરેક રમતને ખેલદીલી પૂર્વક રમાવી જોઇએ.

        રમત-ગમત કે વ્યાયામના મેદાનમાં શ્રી હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી હોય છે. એમાથી એ શીખવાનું કે શ્રી હનુમાનજી મહારાજ બુદ્ધિવાન્, વિદ્યાવાન્ શક્તિમાન્ અને ભક્તિએ યુક્ત હતા. રમત-ગમત કે વ્યાયામથી શરીર શક્તિશાળી તો બને છે પણ તેનો ઉપયોગ શ્રી હનુમાનજી મહારાજ પાસેથી શીખવો જોઇએ. શક્તિનો ઉપયોગ હંમેશા સન્માર્ગે જ થવો જોઇએ. દુષ્ટ તત્વોથી સમાજના રક્ષણ માટે શક્તિનો ઉપયોગ થવો જોઇએ.

        વિશેષમાં પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આ સંસ્થાએ કન્યા માટે વિદ્યાલયની પહેલ કરી છે એ શિક્ષણ માટે તો છે જ પણ દિકરીઓ એવી તૈયાર થાય કે એ સ્વયં શક્તિ સ્વરૂપા બને. પૂ. સ્વામીજીએ અન્ય રમત-ગમતના મેદાન પણ ખુલ્લા મુક્યા હતા જેમા કબ્બડીખો-ખો, તથા વોલીબોલના મેદાનનો પણ સમાવેશ થાય છે. ઉદ્ઘાટન પ્રસંગે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓને સંબોધતા પૂ. સ્વામીજીએ કહ્યું હતું કે દિકરા-દિકરીઓને આવું સંકુલ ભણવા માટે પ્રાપ્ત થયું છે તેમાં સાથે સાથે તેમના માતા-પિતા પણ એટલા જ જાગૃત હશે, નિર્વ્યસની જીવન જીવશે તો એમાંથી બાળકો પ્રેરણા લેશે. અને બાળકોમાં સંસ્કારનું ખરુ સિંચન થશે.

        આ પ્રસંગે સ્વામીશ્રીએ યોગાભ્યાસ પર ભાર મુકતા જણાવ્યું હતું કે રમત-ગમતથી તો શરીર સશક્ત થશે જ પરંતુ યોગથી શરીર તંદુરસ્ત રહેશે સાથો સાથ મન પણ તંદુરસ્ત રહેશે અને જેની ભણતર ઉપર પણ સારી અસર પડશે.

        અંતમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે દિકરીઓ પણ સક્ષમ, સશકત અને સ્વરક્ષણકારી બને એવી પ્રભુના ચરણોમાં પાર્થના.

 
News Type: