August 2016

Salute to Martyrs of Uri

જમ્મુ કાશ્મીરના ઉરીમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ
શહિદ થયેલ જવાનોના પરિવારોને એક લાખ રૂપિયાની સહાય.

        જમ્મુ કાશ્મીરમાં ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા સદ્ગુરુવર્ય  શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો મળી ૧૫૦૦ વિદ્યાર્થીઓએ શહિદ થયેલ જવાનોને મીણપત્તી પ્રગટાવી, જનમંગળના સ્તોત્ર અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ધૂન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે ગુરુકુલના તમામ સંતો અને શિક્ષક ગણ ઉપસ્થિત રહેલ. 

        અમેરિકા સત્સંગ વિચરણ કરી રહેલ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ ગુરુકુલ પરિવારવતી શહિદ યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ગુરુકુલ પરિવાર તરફથી શહિદોના પરિવારોને એક લાખ રુપિયાની સહાયની જાહેરાત કરી હતી. 

        શહિદ થયેલ તમામ યુવાનોના કુંટુબને આર્થિક સહાય માટે વિદ્યાર્થીઓએ પણ પોતાના પોકેટ મનીમાંથી સહાય કરી હતી.

 

 

 

News Type: 

70th Independence Day Celebration - 2016

Gurukul Ahmedabad

Students of Gurukul Ahmedabad, SGVP International School and Darshanam Sanskrit Mahavidyalay celebrated 70th Independence day in the presence of Sadguru Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Purani Shree Balkrishnadasji Swami and other dignitaries. After the hoisting of National flag, students performed March past and patriotic programmes. Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami also inspired the students with telephonic addressing.

શહિદો, ગાંધીજી જેવા નેતાઓ, સંતો વગેરે ક્રાંતિકારી પાયાના પરિબળોને કયારેય ભૂલી શકાય નહીં શા.માધવપ્રિયદાસજી સ્વામી શહિદોની કુરબાનીએ આઝાદીના દ્વાર ઉદ્યાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છેં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી: એસજીવીપી, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર ગુરુકુલ વિદ્યાલયના સંયુકત ઉપક્રમે મેમનગર ખાતે ઉજવાયેલ ૭૦ મો સ્વાતંત્ર્ય પર્વ શહિદો, ગાંધીજી જેવા નેતાઓ, સંતો વગેરે ક્રાંતિકારી પાયાના પરિબળોને કયારેય ભૂલી શકાય નહીં  ~ શા.માધવપ્રિયદાસજી સ્વામી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે, એસજીવીપી ઇન્ટરનેશનસ સ્કુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓના સંયુકત ઉપક્રમે  ૭૦ મો સ્વાતંત્ર્ય પર્વ, ૧૫ મી ઓગષ્ટ શાનદાર રીતે  ઉજવાયો હતો. જેમાં  ત્રણેય શાળાના ૨૦૦૦  બાળકો,  વાલીઓ,  શિક્ષકગણે ઉપસ્થિત રહી માણ્યો હતો. કાર્યક્રમની શરુઆતમાં મેમનગર ગુરુકુલ વ્દ્યિાલયના આચાર્ય શ્રી સૂર્યકાંત પટેલના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભકિતના ગીતો, લેઝિમના દાવો, ચક્રના દાવો, માસ પીટી, ડમ્બેલ્સ વગેરે આકર્ષક, વિવિધતાથી ભરેલ અને હેરત પમાડે તેવા કાર્યક્રમો રજુ કર્યા ત્યારે સૌ કોઇએ તાલીઓથી બાળકોને વધાવ્યા હતા.

        ત્યારબાદ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓેના માર્ચ પાસ્ટ કાર્યક્રમને મહાનુભાવોએ ફુલડાથી વધાવ્યા હતા. ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ સમૂહ સંગીત સ્પર્ધામાં વિજેતા થચેલ મેમનગર ગુરુકુલ ટીમ તથા એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના સંગીતના વિદ્યાર્થીઓએ સમૂહ ગીત રજુ કર્યું હતું. ત્યારબાદ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા અન્ય મહાનુભાવોના હસ્તે ત્રિરંગો ફરકાવી, ભારત માતાની જયનાદ સાથે સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિના પ્રસાર અને પ્રચાર માટે અમેરિકા ગયેલા પુ માધવપ્રિયદાજી સ્વામી એ ટેલિફોન દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં પ્રથમ મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ વગેરેને યાદ કરી શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી.  અને જણાવ્યું હતું કે આપણા નેતાઓ અને અન્ય ક્રાંતિકારી યુવાનોએ અત્યંત કઠિનાઇઓ વેઠીને ભારતને આઝાદ કરેલ છે તે આપણે ભૂલવું જોઇએ નહીં. ખરેખર તો ૧૮૫૭ થીજ ભારતીય સેનામાં ક્રાંતિની ચિનગારી પ્રગટી ચુકી હતી. ત્યાર પછી ગામડે ગામડે, નગરે નગરે અને સંત મહન્તોના આશ્રમોમાં ક્રાન્તિના કેન્દ્રો બની ગયા હતા. પરિણામે બ્રિટીશ સરકાર ભારતને આઝાદી આપવા મજબુર બની. આ રીતે ક્રાન્તિના પરિબળોને કયારેય ભૂલાય નહી. ખરેખર દરેક શાળાઓમાં આઝાદીના જંગનો સાચો ઇતિહાસ ભણાવવો જોઇએ. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભારતના દરેક નાગરિકો જેમ ધર્મના તહેવારો ઉજવે છે તેમ રાષ્ટ્રિય તહેવારોને પણ ઉજવવા જોઇએ. રાષ્ટ્રિય તહેવારો આપણી આંતિરક ઉર્જા પુરી પાડે છે. આપણા શહિદોની કુરબાનીએ આઝાદીના દ્વાર ઉદ્યાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેને કયારેય ભૂલવા જોઇએ નહીં. ખરેખર આપણો દેશ સંતો અને ભગવાનના અવતારોનો દેશ છે. જયાં પવિત્ર ગંગા નદી વહી રહી છે. ભારત એવો દેશ છે જયાં જાત જાતના વેશ, અનેક પરંપરા, અનેક ભાષા.છતાં વૈવિધ્યતામાં એકતાનો દોરો પરોવાયેલો છે. વિશ્વમાં આવી ભાતીગળ સંસ્કૃતિ કયાંય જોવા નહીં મળે. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સુર્યકાંતભાઇ પટેલ તથા એસજીવીપી સ્કુલના પ્રિન્સીપાલ તેમજ તમામ શિક્ષકોને તથા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

 

Click Here for Newspaper Event

 

 

 

 
 
News Type: 

Educational Aid Distribution - SGVP

તમો યુવાનો નિર્વ્યસની અને કુસંગમય વાતાવરણથી દૂર રહો, એ અમો ખરું વળતર માગીએ છીએઃ શા.માધવપ્રિયદાસજી સ્વામી

 

 

પવિત્ર શ્રાવણ માસમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે, સ્વામી શા.માધવપ્રિયદાસજીના વ્યાસ પદે તેમજ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે ચાલી રહેલ જ્ઞાનસત્રમાં સત્સંગીજીવનની કથા, સાથે અનેકવિધ  સમાજલક્ષી કાર્યક્રમ યોજાયા હતા.

   જેમાં વચનામૃતના આધારે વિવધ સ્પર્ધાઓ રાખવામાં આવેલ. તેમજ પવિત્ર શ્રાવણમાસ હોવાથી શ્રીદ્યનશ્યામ મહારાજનું ષોડપચાર પૂજન અને રાજોપચાર પૂજન અને દ્યનશ્યામ મહારાજને ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ પણ ધરાવાવમાં આવેલ. જેનો તમામ પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવેલ.

   વળી શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આજના મોંદ્યવારીના સમયમાં આર્થિક રીતે જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં અત્યંત મુ્શ્કેલી પડી રહી છે, ત્યારે ખાસ કરીને મેડિકલ, આઇ.ટી., એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા ઇચ્છતા હોય તેવા દિકરા દિકરીઓને દર વરસે તેમનો ઉચ્ચ અભ્યાસ પુરો થાય ત્યાં સુધી વગર વ્યાજની લોન આપવા નિર્ણય કરેલ.

   એ અનુસંધાને ગુરુકુલમાં ચાલતા જ્ઞાનસત્ર દરમ્યાન પુ.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ૫૦ વિદ્યાર્થીઓને વગર વ્યાજના લોનના ચેક અર્પણ કરવામાં આવેલ.

   ચેક અર્પણ કરતા પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલકે આ તો ભગવાનનો પ્રસાદ છે. તે તમારે પ્રેમથી સ્વીકારવાનો છે. તમો જયારે ધંધામાં સ્થિર થાવ ત્યારે આ સહાયતા ધીરે ધીરે પરત કરવાની  રહે છે. જેથી તમારા પછીના આર્થિક રીતે નબળા વર્ગના ભાઇઓને અને બહેનોને સહાયતાનો લાભ મળી રહે.

   આ રીતે આપણે એવા ચક્રનું પ્રવર્તન કરી રહ્યા છીએ જેથી આપણે ઉચ્ચ અભ્યાસની ઉજ્જવળ તકો પુરી પાડીએ.

   તમો યુુવાનો નિર્વસની રહો, કુસંગમય વાતાવરણથી દૂર રહો એ અમો ખરુ વળતર માગીએ છીએ.

   આ સહાયમાં અક્ષર નિવાસી પરમ પૂજય અખંડ ભગવત પરાયણ જોગી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં અપાઇ રહેલ છે. વળી આંબાશેઠના પરિવારના ધીરજભાઇ મેતલિયાના તથા સમરતબાના સુપુત્ર બળવંતભાઇ મેતલિયા અને તેના મિત્રવર્તુળમાંથી સહયોગ પ્રાપ્ત થયો છે. આ દાનેશ્વરી મેતલિયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.

 

 

Newspaper Link follow :

http://www.akilanews.com/08082016/gujarat-news/1470638617-48119